VIDEO: હોસ્ટેલમાં થઈ માથાકૂટ, અન્ય રાજ્યના વિદ્યાર્થીને માર માર્યો
અમદાવા શહેર ખાતેની એલડી એન્જીનિયરિંગ કોલેજ ઘણીવાર ચર્ચામાં રહે છે. આ વખતે પણ આ કોલેજ
અમદાવા શહેર ખાતેની એલડી એન્જીનિયરિંગ કોલેજ ઘણીવાર ચર્ચામાં રહે છે. આ વખતે પણ આ કોલેજનો એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં આ કોલેજની હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ વચ્ચે માથાકૂટ થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.
મળતી માહિતી અનુસાર હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ મોઢે રૂમાલ બાંધી અન્ય વિદ્યાર્થીને માર માર્યો હતો. આમાં અન્ય રાજ્યનો વિધાર્થી હતો, જેને માર મરવામાં આવ્યો હતો. એવો માર મારવામાં આવ્યો કે, એ ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો.
આ સમગ્ર ઘટનાને જોતા ગુજરાત યુનિવર્સિટી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.





