VIDEO: જેતપરમાં ખેડૂતોના આમરણાંત ઉપવાસનો પાંચમો દિવસ
મોરબીના જેતપર ખાતે વિજપોલ કંપનીની દાદાગીરી વિરુદ્ધ ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે પાંચમા દિવસે પણ

મોરબીના જેતપર ખાતે વિજપોલ કંપનીની દાદાગીરી વિરુદ્ધ ખેડૂતોનું આમરણાંત ઉપવાસ આંદોલન આજે પાંચમા દિવસે પણ અડીખમ રહ્યું છે. આ આંદોલનમાં ત્રણ મહિલાઓ સહિત નવ ખેડૂતો જોડાયા છે. આંદોલનને વેગ આપવા રાત્રે યોજાયેલા લોકડાયરામાં જાણીતા સાહિત્યકાર હકાભા ગઢવીએ ખાસ હાજરી આપી હતી. કાર્યક્રમ દરમિયાન હકાભાએ સરકારને અપીલ કરી હતી કે ખેડૂતોની ન્યાયી માંગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં આવે. આ લોકડાયરામાં હજારો ખેડૂતો ઉમટી પડ્યા હતા અને કલાકારોના સૂરો સાથે આંદોલનને સમર્થન આપ્યું હતું. રાજ્યભરમાંથી ખેડૂતો સતત ઉપવાસ છાવણીની મુલાકાત લઈ રહ્યા છે, જેના કારણે કંપની વિરુદ્ધ ખેડૂતોના વિરોધનું વંટોળ વધુ મજબૂત બની રહ્યું છે.




