VIDEO: જેતપરમાં આમરણાંત ઉપવાસમાં મહિલાઓ જોડાઈ
મોરબી જિલ્લાના જેતપર ગામમાં વિજપોલના વળતરના મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. આંદોલનમ

મોરબી જિલ્લાના જેતપર ગામમાં વિજપોલના વળતરના મુદ્દે ચાલી રહેલા આમરણાંત ઉપવાસ આંદોલનનો આજે ત્રીજો દિવસ છે. આંદોલનમાં હવે પુરુષો સાથે ત્રણ મહિલાઓ પણ જોડાતા ઉપવાસીઓની સંખ્યા 9 પર પહોંચી છે. હાલમાં 6 પુરુષ અને 3 મહિલા ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા છે. વળતર મુદ્દે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને તેઓ વધુ આક્રમક મૂડમાં દેખાઈ રહ્યા છે. પ્રતિક ઉપવાસમાં પણ મોટી સંખ્યામાં ખેડૂતો જોડાઈ રહ્યા છે. વિવિધ જિલ્લાઓમાંથી મળી રહેલા સમર્થનને કારણે આ આંદોલન રાજ્યવ્યાપી સ્વરૂપ ધારણ કરે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.




