VIDEO: કઠલાલમાં કપડાંના શોરૂમમાં વિકરાળ આગ
ખેડા જીલ્લાના કઠલાલમાં રાત્રે લગભગ 3:00 વાગ્યાની આસપાસ જય ઝૂલેલાલ કપડાંના શોરૂમમાં ભયંકર આગ લા
ખેડા જીલ્લાના કઠલાલમાં રાત્રે લગભગ 3:00 વાગ્યાની આસપાસ જય ઝૂલેલાલ કપડાંના શોરૂમમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ એટલી વિકરાળ હતી કે આજુબાજુના વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. આગને કાબૂમાં લેવા માટે કઠલાલ, કપડવંજ, અને નડિયાદના ફાયર ફાઇટરો ઘટનાસ્થળે પહોંચ્યા હતા. આ ઘટનામાં લાખો રૂપિયાના મૂલ્યનો માલ બળીને ખાખ થઈ ગયો છે. હાલ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે.



