VIDEO: રાજકોટમાં નવી GIDC ફાળવવાની જાહેરાત બાદ ઉગ્ર વિવાદ, કોંગ્રેસના નેતાઓનો ગંભીર આરોપ
ગુજરાતમાં રાજકોટમાં વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજકોટ ખાતે યોજાયેલ
ગુજરાતમાં રાજકોટમાં વાઇબ્રન્ટ કોન્ફરન્સ યોજાઈ હતી. રાજકોટ ખાતે યોજાયેલી વાઇબ્રન્ટ કોન્ફરન્સમાં સુરેન્દ્રનગરને નવી જીઆઇડીસી ફાળવવાની જાહેરાત બાદ જિલ્લામાં રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે નવી જીઆઇડીસી માત્ર રાજકીય નેતાઓની જમીનના ભાવ વધારવા માટે મંજૂર કરવામાં આવી છે.
GIDC બની હોવા છતાં આજદિન સુધી એકપણ ઉદ્યોગ શરૂ થયો નથી
સમગ્ર મામલે કોંગ્રેસના નેતાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. મળતા અહેવાલ પ્રમાણે કોંગ્રેસે જણાવ્યું કે વણોદમાં આઠ વર્ષ પહેલાં જીઆઇડીસી બની હોવા છતાં આજદિન સુધી એકપણ ઉદ્યોગ શરૂ થયો નથી. ઉપરાંત વઢવાણ GIDCના એકમો બંધ થવાના કારણે રોજગારી ઊભી થતી નથી.




