VIDEO: અમદાવાદમાં ખેડૂત આગેવાન શૈલેષ મેર પર જીવલેણ હુમલો: અપહરણ કરી છરીના ઘા ઝીંક્યા
અમદાવાદના બાવળાના સાણંદ પાસે આવેલા ડરણ ગામે ખેડૂતોના આંદોલનમાં સક્રિય

અમદાવાદના બાવળાના સાણંદ પાસે આવેલા ડરણ ગામે ખેડૂતોના આંદોલનમાં સક્રિય સામાજિક કાર્યકર શૈલેષ મેર પર અજાણ્યા શખ્સોએ જીવલેણ હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, આરોપીઓએ કેરાળા નળ સરોવર રોડ પરથી તેમનું કારમાં અપહરણ કરી છરીના ઘા માર્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા શૈલેષ મેરને ૧૫ ટાંકા આવ્યા છે અને તેઓ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેઓ છેલ્લા ૧૦ દિવસથી સિંચાઈ વિભાગની પાઇપલાઇનના મુદ્દે ખેડૂતો વતી લડત ચલાવી રહ્યા હતા.આ ઘટનાને પગલે સ્થાનિકોમાં ભારે રોષ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના 'કોઈ ચમરબંધીને નહીં છોડાય' ના વિધાનને યાદ કરી, લોકો માંગ કરી રહ્યા છે કે ફરાર આરોપીઓને તાકીદે ઝડપી પાડીને તેમનો ધોળા દિવસે જાહેરમાં વરઘોડો કાઢવામાં આવે.




