VIDEO : ઇન્દોરના યુટ્યુબરની છરીના ઘા મારવાના આરોપમાં ધરપકડ
સોર્સ : gstv
મધ્યપ્રદેશના ઈન્દોરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુટ્યુબરે સામાન્ય બાબતે એક વ્યક્તિ પર જીવલેણ હુમલો કર્યો છે. મળતી માહિતી મુજબ, ફોન પર મોટેથી વાત કરવા મુદ્દે થયેલા વિવાદ બાદ યુટ્યુબરે પેલી વ્યક્તિને ચપ્પુ મારી દીધું હતું. આ ઘટના બાદ વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને આરોપી યુટ્યુબરની ધરપકડ કરી લીધી છે. ઘાયલ વ્યક્તિને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. સોશિયલ મીડિયા પર પ્રભાવ પાડવાની લ્હાયમાં કાયદાને હાથમાં લેનારા આવા તત્વો સામે પોલીસ દ્વારા કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. અસમાજિક પ્રવૃત્તિઓ કરનાર કોઈ પણ વ્યક્તિને છોડવામાં નહીં આવે તેવી ચેતવણી વહીવટીતંત્રે આપી છે.

