VIDEO:ભરૂચમાં પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન સામે ખેડૂતોનો ઉગ્ર વિરોધ
ભરૂચમાં પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવ

ભરૂચમાં પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ સામે ખેડૂતોએ ઉગ્ર વિરોધ નોંધાવી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે યોગ્ય નોટિસ કે સુનાવણી વિના કામગીરી કરાઈ રહી છે. સરકાર સરકારી જમીન માટે ROU અને ખેડૂતો માટે ROW અપનાવી બેવડી નીતિ ચલાવે છે. ટેલિગ્રાફ એક્ટ મુજબ નુકસાનીનું વૈજ્ઞાનિક મૂલ્યાંકન કરી વળતર ચૂકવાયું નથી. ટાવર નિર્માણથી જમીનનું બજાર મૂલ્ય ઘટશે અને ખેતીને નુકસાન થશે. નવી વળતર નીતિ ન બને ત્યાં સુધી ખેડૂતોએ પ્રતિ એકર ૨ કરોડ અથવા માસિક ૫૦ હજારના વળતરની માંગ કરી છે. ન્યાય નહીં મળે તો આખા ગુજરાતમાં આંદોલનની ચેતવણી અપાઈ છે.



