VIDEO : પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતોનું નવું કદમ
મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણી નિમિત્તે ‘પ્રાકૃતિક કૃષિ પરિ

મહેસાણાની ગણપત યુનિવર્સિટી ખાતે પ્રધાનમંત્રીના સુશાસનના ૧૨ વર્ષની ઉજવણી નિમિત્તે ‘પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો. જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાસાયણિક મુક્ત ખેતી દ્વારા પર્યાવરણ અને સ્વાસ્થ્ય સુરક્ષાનો મંત્ર આપવામાં આવ્યો હતો. ‘સ્વસ્થ ખેડૂત, સ્વસ્થ જમીન અને સ્વસ્થ સમાજ’ના સંકલ્પ સાથે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવવા અપીલ કરાઈ હતી. કૃષિ વૈજ્ઞાનિકોએ ખેતી ખર્ચ ઘટાડવા અને જમીનની ફળદ્રુપતા વધારવા માટે ખેડૂતોને મહત્વનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું, તેમજ પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરી સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામા આવી




