VIDEO : મહેસાણામાં બિયારણ-દવાનો ₹33 લાખનો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત, કાળાબજારિયાઓમાં ફફડાટ
મહેસાણા જિલ્લામાં નકલી બિયારણ, જંતુનાશક દવાઓ અને ગેરકાયદેસર ખાતરના ઉપયોગ સામે ખેતીવાડી વિભા

મહેસાણા જિલ્લામાં નકલી બિયારણ, જંતુનાશક દવાઓ અને ગેરકાયદેસર ખાતરના ઉપયોગ સામે ખેતીવાડી વિભાગે મેગા ઓપરેશન હાથ ધર્યું છે. બે જિલ્લાના અધિકારીઓની સંયુક્ત ટીમે ત્રણ સ્તરે તપાસ અભિયાન ચલાવ્યું હતું. જિલ્લામાં પાંચ તાલુકાઓમાં 89 રિટેલર વિક્રેતાઓ, 19 ઉત્પાદકો સહિત કુલ 108 સ્થળોએ તપાસ કરવામાં આવી. બિયારણ અને જંતુનાશક દવાઓના 64 શંકાસ્પદ નમૂનાઓ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ઉપરાંત અંદાજે 33 લાખ રૂપિયાનું શંકાસ્પદ બિયારણ અને જંતુનાશક દવાઓનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે. ગેરકાયદેસર યુરિયા ખાતરનો ઉપયોગ કરતા 7 એકમોમાં પણ તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.




