મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO :  Mehsana ના મલાવ ગામે વરસાદી માહોલમાં વૃક્ષ તૂટી પડતાં 3 લોકો દટાયા, 1નું ઘટનાસ્થળે મોત

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મલાવ ગામમાં મોડી રાત્રે ભારે પવન અને વરસાદ વ

મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના મલાવ ગામમાં મોડી રાત્રે ભારે પવન અને વરસાદ વચ્ચે દુર્ઘટના સર્જાઈ હતી. વરસાદી માહોલ દરમિયાન એક વિશાળ વૃક્ષ ધરાશાયી થતાં તેની નીચે ત્રણ વ્યક્તિઓ દટાઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં મહેસાણા મનપાની ફાયર ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. જોકે સ્થાનિક લોકોએ પણ બચાવ કામગીરી હાથ ધરી હતી. રેસ્ક્યુ દરમિયાન વૃક્ષ નીચે ફસાયેલા ત્રણમાંથી બે વ્યક્તિઓને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે 65 વર્ષીય લીલાબેન પટેલનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. ઘટનાને પગલે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો