મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં હાઈટેન્શન લાઈનના કામને લઈને ખેડૂતોમાં ભારે રોષ

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં હાઈટેન્શન

દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકામાં હાઈટેન્શન લાઈનના કામને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. ફોટ અને લાલુકા ગામની સીમમાં ચાલતી કામગીરી દરમિયાન ખેડૂતો સાથે બળજબરી અને દમનના આક્ષેપો સામે આવ્યા છે. વાયરલ વીડિયોમાં પોતાના હક્ક અંગે પૂછપરછ કરતા ખેડૂતોને પોલીસ દ્વારા ખેતરમાંથી હટાવવાના દ્રશ્યો વિશે ચર્ચા થઈ રહી છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સાથે ધક્કામુક્કી કરવામાં આવી અને વિરોધના અવાજને દબાવવાનો પ્રયાસ કરાયો. વિકાસના નામે અન્નદાતાના સ્વાભિમાનને કચડવાના આરોપ વચ્ચે ઉચ્ચસ્તરીય તપાસ અને દોષિતો વિરુદ્ધ આકરી કાર્યવાહીની માંગ ઉઠી છે. આ મામલો જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે.

આ સમાચાર શેર કરો