મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઝઘડિયાની નાઇટ્રેક્ષ કેમિકલ ઇન્ડિયા લિમિટેડમાં થયો વિસ્ફોટ, એક કર્મચારીનું દર્દનાક મોત

ગુજરાતના ભરૂચમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે ભરૂચના ઝઘડિયા GIDCમાં

ગુજરાતના ભરૂચમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે, મળતા અહેવાલ પ્રમાણે  ભરૂચના ઝઘડિયા GIDCમાં આવેલી નાઇટ્રેક્ષ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીમાં વિસ્ફોટ થયો હતો. ઉલ્લેખનીય છે કે આ દુર્ઘટનામાં  દિનેશ વસાવા નામના કામદારનું મોત નીપજ્યું હતું. 

ધડાકાના અવાજથી કંપનીમાં અફરાતફરી 

નાઇટ્રેક્ષ કેમિકલ ઇન્ડિયા લિમિટેડ કંપનીના કેમિકલ રિએક્ટરમાંથી વરાળ લીકેજ થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ દુર્ઘટનામાં બે કામદારો ઈજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.ધડાકાના અવાજથી કંપનીમાં અફરાતફરી અને નાસભાગની સ્થિતિ સર્જાઈ હતી.પોલીસે આ સમગ્ર બનાવની તપાસ શરૂ કરી છે..

આ સમાચાર શેર કરો