મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video/ લીજ વિસ્તારની બહાર ખોદકામ: ડીસાની બનાસનદીમાં ભૂસ્તર વિભાગ અને ફ્લાઈંગ સ્ક્વોડના દરોડા, હિટાચી-ડમ્પર કબજે

બનાસકાંઠા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, ત્યા

બનાસકાંઠા જિલ્લામાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે, ત્યારે પાટણ ભૂસ્તર વિભાગ અને ગાંધીનગરથી આવેલી ફ્લાઈંગ સ્ક્વોડની ટીમે ઓચિંતી રેડ કરીને ખનીજ ચોરીનો પર્દાફાશ કર્યો છે.

ડીસા નજીકથી ઝડપાઈ ખનીજ ચોરી

ડીસા નજીક આવેલા જૂનાડીસા પાસે બનાસનદીના પટમાંથી આ ખનીજ ચોરી ઝડપી પાડવામાં આવી હતી.  ફ્લાઈંગ સ્ક્વોડને ચોક્કસ બાતમી મળી હતી કે, લીજ વિસ્તારની બહારના ભાગમાં બિનકાયદેસર રીતે મોટા પાયે ખોદકામ ચાલી રહ્યું છે. સંયુક્ત ટીમે સ્થળ પર દરોડો પાડતાં ખનીજ ચોરી કરી રહેલું એક હિટાચી મશીન અને બે ડમ્પર કબજે કર્યા હતા.

ફ્લાઈંગ સ્ક્વોડે તમામ મુદ્દામાલને કબજામાં લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બનાસનદીમાંથી બેફામ ખનીજ ચોરી કરનારા માફિયાઓ માટે આ કાર્યવાહી એક મોટો આંચકો માનવામાં આવી રહ્યો છે. તંત્ર દ્વારા આ રીતે ઓચિંતા દરોડા પાડવામાં આવતાં હવે ખનીજ ચોરી સામે વધુ સખત પગલાં લેવાય તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો