VIDEO: નીલ સિટી ક્લબમાં અંગ્રેજી ગીતનો મામલો, જ્યોતિરનાથ મહારાજે ક્લબનો બોયકોટ કરવા કહ્યું
રાજકોટના હાઈ પ્રોફાઈલ નીલ સિટી ક્લબમાં ગરબાની બદલે અંગ્રેજી ગીત વગાડવાનો મામલે વિવાદ છેડાયો છે. ત્યારે સંત સાજના
રાજકોટના હાઈ પ્રોફાઈલ નીલ સિટી ક્લબમાં ગરબાની બદલે અંગ્રેજી ગીત વગાડવાનો મામલે વિવાદ છેડાયો છે. ત્યારે સંત સાજના જ્યોતિરનાથ મહારાજએ આ મામલે તીખું નિવેદન આપ્યું છે. તેમણે ક્લબના ગત વર્ષના કૃત્યની યાદ અપાવીને કહ્યું કે, લોકોને આ ક્લબમાં ન જઈને બોયકોટ કરવું જોઈએ. પોલીસ, કોર્પોરેશન વગેરે જે કાર્યવાહી થઈ શકે તે કરવી જોઈએ. આપણી સંસ્કૃતિ અને સમૃદ્ધિને નુકસાન ન પહોંચાડવું જોઈએ..
રાજકોટમાં સૌથી નામચીન નીલ સિટી ક્લબના ગરબા ફરી એકવાર વિવાદમાં આવ્યા છે. નીલ સિટી ક્લબમાં અંગ્રેજી અને બોલિવૂડના ગીતોના ઠુમકા લાગ્યા હતા..અને ત્યારે અહીં સવાલ એ થાય છે કે શું આ માતાજીની આરાધના છે કે પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ?.સાંભળીને પણ શરમ આવે તેવા ગીતો પર માતાજીની આરાધનાના તહેવારમાં ઠુમકા લાગ્યા.... ગત વર્ષે પણ આ આયોજક નવરાત્રી દરમિયાન દારૂના ગીત વગાડવા માટે વિવાદમાં સપડાયા હતા.. ગઈકાલે પણ નીલ સિટી ક્લબના ગરબા દરમિયાન મારા મારી થઈ હોવાની વાત લોકમુખે ચર્ચાઈ હતી.



