VIDEO: ગરમીની શરૂઆત થતાં જ શિક્ષણ વિભાગ સતર્ક, DEOએ તમામ શાળાઓને આપી સૂચના
અમદાવાદમાં ગરમીની શરૂઆત થતાં જ શિક્ષણ વિભાગ સતર્ક બન્યું છે. DEO દ્વાર


અમદાવાદમાં ગરમીની શરૂઆત થતાં જ શિક્ષણ વિભાગ સતર્ક બન્યું છે. DEO દ્વારા તમામ શાળાઓને પંખા અને ઠંડા પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા રાખવા કડક સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને બપોરના સમયે તડકામાં કોઈ પણ કાર્યક્રમ ન યોજવા જણાવાયું છે.વધુમાં, શાળાઓને સવારની પાળીને પ્રાધાન્ય આપવા અને જો રાજ્ય સરકાર આદેશ આપે તો બપોરની પાળી બંધ કરવા માટે પણ તૈયાર રહેવા સૂચના અપાઈ છે.



