મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Ahmedabad | વટવામાં નશામાં ધૂત કાર ચાલકે સર્જ્યો અકસ્માત, લોકોએ ચખાડ્યો મેથીપાક

અમદાવાદ શહેરમાં હજુ પણ દારૂ પીને વાહન ચલાવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે વટવા વિસ્તારમાં આવેલા

તસવીર: GSTV

અમદાવાદ શહેરમાં હજુ પણ દારૂ પીને વાહન ચલાવવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લઈ રહી. ત્યારે વટવા વિસ્તારમાં આવેલા જોગણી માતાના મંદિર નજીક એક બેફામ કારચાલકે અકસ્માત સર્જ્યો હતોઅમદાવાદમાં ફરી માર્ગ અકસ્માતની ઘટના સર્જાઈ છે. મળતા અહેવાલ પ્રમાણે શહેરના વટવામાં કારચાલકે અકસ્માત સર્જયો હતો, તો બીજી તરફ વટવામાં આવેલા જોગણી માતાના મંદિર પાસે આ અકસ્માત સર્જાયો હતો.

લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી

સ્થાનિકોએ કાર ચાલકને પકડ્યો હતો અને લોકોએ આરોપ લગાવ્યો હતો કે શખ્સ નશામાં હતો.  કારમાં તપાસ કરતા તેમાંથી દારૂની બોટલ મળી હતી. આ અકસ્માતમાં એક ગાયનું મોત નિપજ્યું હતું.

અકસ્માત સર્જી ભાગવા જઈ રહેલા કારચાલકને લોકો ઝડપી પાડ્યો હતો. લોકોએ તેને પકડીને પોલીસને હવાલે કરવાની તજવીજ હાથ ધરી હતી. ઘટનાની જાણ થતા જ વટવા પોલીસ કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો.

આ સમાચાર શેર કરો