મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: અમદાવાદથી કોલંબો માટે સીધી ફ્લાઇટ શરૂ

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી શ્રીલંકાની ફિટ્સ એર દ્વારા અમદાવાદ-કો

અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી શ્રીલંકાની ફિટ્સ એર  દ્વારા અમદાવાદ-કોલંબો વચ્ચેની પ્રથમ સીધી ફ્લાઇટ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ નવી હવાઈ સેવા ભારત અને શ્રીલંકા વચ્ચે પ્રવાસન, વેપાર અને સાંસ્કૃતિક સંબંધોને વધુ મજબૂત બનાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. પ્રસંગે “ચલો કોલંબો, હાલો શ્રીલંકા” અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી હતી. કાર્યક્રમમાં શ્રીલંકાના પૂર્વ ક્રિકેટર સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. પ્રથમ મુસાફરને પ્રતીકાત્મક બોર્ડિંગ પાસ અર્પણ કરવામાં આવ્યો હતો. એરપોર્ટ સત્તાધીશોના જણાવ્યા મુજબ આ સીધી ફ્લાઇટ અમદાવાદને આંતરરાષ્ટ્રીય હવાઈ જોડાણમાં વધુ મજબૂત બનાવશે.

આ સમાચાર શેર કરો