VIDEO : સુરતના મહિધરપુરામાં જ્વેલર્સના કારખાનામાંથી ૩૦ લાખના હીરા-સોનાની ચોરી
સુરતના હીરા અને સોનાના વેપારના હબ ગણાતા મહિધરપુરા વિસ્તારમાં એક સનસ

સુરતના હીરા અને સોનાના વેપારના હબ ગણાતા મહિધરપુરા વિસ્તારમાં એક સનસનાટીભરી ચોરીની ઘટના સામે આવી છે. અહીં ભવાનીવડ મેઇન રોડ પર આવેલા 'સાંધા જ્વેલ્સ' નામના કારખાનામાં જ કામ કરતો એક બંગાળી કારીગર અંદાજે ₹૩૦.૪૨ લાખની કિંમતનું સોનું અને કિંમતી હીરા ચોરીને માત્ર ૩૦ સેકન્ડમાં જ ત્યાંથી રફુચક્કર થઈ ગયો હતો. વિશ્વાસઘાત અને ચોરીની આ સમગ્ર ચોંકાવનારી ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. કારખાનાના માલિકની ફરિયાદના આધારે મહિધરપુરા પોલીસે આ મામલે ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે ફરાર કારીગરને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે અને વધુ તપાસ હાથ ધરી છે.




