Suratના ભેસ્તાનમાં ગમખ્વાર અકસ્માત: પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે મોપેડને અડફેટે લેતા માતા અને 3 વર્ષની દીકરીનું મોત
સુરતના ભેસ્તાન વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જા

સુરતના ભેસ્તાન વિસ્તારમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જેમાં પૂરપાટ ઝડપે આવી રહેલા ડમ્પરચાલકે મોપેડને અડફેટે લેતા મોપેડ પર સવાર 22 વર્ષીય માતા અને તેની 3 વર્ષની દીકરીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
દીકરી સાથે ડીંડોલી આવાસ તરફ જતા નડ્યો અકસ્માત
મળતી માહિતી અનુસાર, 22 વર્ષીય રુકશાન સૈયદ તેની 3 વર્ષીય દીકરી જૈનમ સાથે મોપેડ પર ડીંડોલી આવાસ તરફ જઈ રહી હતી. તે ભેસ્તાન વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા, આ દરમિયાન અચાનક એક બેફામ ડમ્પરે તેના મોપેડને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે માતા-પુત્રી બંનેએ ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં હતા.
ભેસ્તાન પોલીસે ડમ્પર ચાલકની અટકાયત કરી
ઘટનાની જાણ થતાં જ ભેસ્તાન પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને કાળમુખા ડમ્પરના ચાલકની અટકાયત કરી લીધી છે અને તેની સામે આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.






