VIDEO: ઇંગ્લેન્ડના ભક્તે કર્યા અંબાજી મંદિરમાં દર્શન: 'જય જય અંબે'નો નાદ કર્યો, રક્ષા કવચ પણ બંધાવ્યું
ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં મા અંબેના દર્શનાર્થે માત્ર દેશમાંથી જ નહીં, પરંતુ


ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજીમાં મા અંબેના દર્શનાર્થે માત્ર દેશમાંથી જ નહીં, પરંતુ વિદેશથી પણ શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે. તાજેતરમાં યુકેથી રીમ્સ જેમિયો ખાસ માતાજીના દર્શન કરવા અંબાજી આવ્યા હતા. અહીં તેમણે કપાળે તિલક લગાવી અને માની ચુંદડી ઓઢીને ભાવપૂર્વક આરાધના કરી હતી.
મંદિરની ભવ્યતા અને દિવ્યતાથી અભિભૂત થઈ તેમણે ગૌરવ સાથે 'જય અંબે'નો નાદ કર્યો
મંદિરની ભવ્યતા અને દિવ્યતાથી અભિભૂત થઈ તેમણે ગૌરવ સાથે 'જય અંબે'નો નાદ કર્યો હતો. આ મુલાકાત દરમિયાન તેમણે માતાજીની ગાદી પર જઈ ભટ્ટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા હતા અને રક્ષા કવચ પણ બંધાવ્યું હતું. સાત સમંદર પારથી આવેલી આ ભક્તિ જોઈ સ્થાનિક શ્રદ્ધાળુઓમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.




