મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓની કથળતી સ્થિતિ, નિષ્ણાત ડોક્ટરોની અછત

સુરેન્દ્રનગરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓની કથળતી સ્થિતિ સામે આવી છે,

સુરેન્દ્રનગરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલમાં આરોગ્ય સુવિધાઓની કથળતી સ્થિતિ સામે આવી છે, જેના કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હોસ્પિટલમાં 14 મેડિકલ ઓફિસરોની જગ્યાઓ સામે માત્ર 5 મેડિકલ ઓફિસરો જ ઉપલબ્ધ છે, જેના કારણે દર્દીઓને પૂરતી સારવાર મળી રહી નથી. ખાસ કરીને ઓર્થોપેડિક સર્જન, સાયકિયાટ્રિસ્ટ જેવા નિષ્ણાત ડોક્ટરોની અછતને કારણે દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં જવાની ફરજ પડી રહી છે, જેનો આર્થિક બોજ સામાન્ય નાગરિકો પર પડી રહ્યો છે.

આ સમાચાર શેર કરો