મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: એસટી નિગમમાં કંડક્ટર અને ડ્રાઇવરની કુલ 9 હજાર ખાલી જગ્યાઓ ભરવા માટેનો નિર્ણય

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં બેરોજગાર યુવક-યુવતીઓ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમમાં બેરોજગાર યુવક-યુવતીઓ માટે નોકરી મેળવવાની સુવર્ણ તક આવી ગઈ છે. એસટી નિગમમાં કંડક્ટર અને ડ્રાઇવરની કુલ 9 હજાર ખાલી જગ્યાઓ ભરવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ભરતી અંતર્ગત પસંદગી પામનાર ઉમેદવારોને શરૂઆતના 5 વર્ષ સુધી 26 હજાર ફિક્સ માસિક પગાર આપવામાં આવશે. લાયકાત ધરાવતા ઈચ્છુક ઉમેદવારો 6 જૂનથી 5 જુલાઈ સુધી ઓનલાઈન અરજી કરી શકશે. નિગમ દ્વારા કંડક્ટરની કુલ 4 હજાર 500 જગ્યાઓ બહાર પાડવામાં આવી છે. આ પદ માટે અરજી કરનાર ઉમેદવાર ધોરણ 12 પાસ હોવો જોઈએ. ઉમેદવારની વયમર્યાદા 18 થી 35 વર્ષની વચ્ચે હોવી જરૂરી છે, જેમાં અનામત વર્ગના લોકોને નિયમ મુજબ છૂટછાટ મળશે. આ ઉપરાંત, ઉમેદવાર પાસે RTO માન્ય વેલિડ કંડક્ટર લાયસન્સ અને બેઝ હોવો અનિવાર્ય છે, તેમજ તેમનું શારીરિક વિઝન પણ બિલકુલ સાફ હોવું જોઈએ. બીજી તરફ, ડ્રાઇવરની કુલ 4 હજાર 500 જગ્યાઓ માટે પણ ભરતી પ્રક્રિયા હાથ ધરાશે.  

આ સમાચાર શેર કરો