VIDEO: BSNLમાં નોકરી મેળવવાની તક, જુનિયર ટેલિકોમ ઓફિસર્સની જગ્યાઓ પર નીકળી ભરતી
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) એ જુનિયર ટેલિકોમ ઓફિસર ભરતી 2026 માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. BSNL JTO ભરતી 2026 હેઠળ કુલ 100 જગ્યાઓ ભરવામાં આવશે. ભરતી પ્રક્રિયા રાષ્ટ્રીય સ્તરે હાથ ધરવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા
ઉમેદવારો પાસે B.E./B.Tech અથવા સમકક્ષ એન્જિનિયરિંગ ડિગ્રી હોવી આવશ્યક છે. ટેલિકોમ્યુનિકેશન, ઈલેક્ટ્રોનિક્સ, કમ્પ્યુટર સાયન્સ, IT અને ઇલેક્ટ્રિકલ ક્ષેત્રના ઉમેદવારો અરજી કરવા પાત્ર છે. ઉમેદવારોની લઘુત્તમ ઉંમર 20 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષ હોવી જોઈએ. અનામત શ્રેણીના ઉમેદવારોને નિયમો મુજબ છૂટ મળશે.
અરજી ફી
અરજી ફીની વાત કરીએ તો જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 2,000 રૂપિયા ચૂકવવા પડશે. SC, ST અને PwBD કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 1,000 રૂપિયા છે.
પસંદગી પ્રકિયા અને પગાર
ઉમેદવારોની પસંદગી CBTના આધારે કરવામાં આવશે. પરીક્ષામાં એન્જિનિયરિંગ વિષયો, સામાન્ય ક્ષમતા અને સામાન્ય જ્ઞાનને આવરી લેતા પ્રશ્નોનો સમાવેશ થશે. પરીક્ષામાં 120 પ્રશ્નો હશે અને 480 માર્ક્સ હશે. પસંદ કરાયેલા ઉમેદવારોને 16,400થી 40,500 રૂપિયા સુધીનો પગાર અને અન્ય સરકારી લાભો મળશે.
ઉમેદવારો 4 જૂન, 2026થી BSNLની સત્તાવાર વેબસાઈટ bsnl.co.in ની મુલાકાત લઈને ઓનલાઈન અરજી કરી શકે છે. અરજી કરવાની અંતિમ તારીખ 3 જુલાઈ, 2026 છે. અરજી ફોર્મ ભર્યા પછી, ઉમેદવારોએ જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવા, ફોર્મ સબમિટ કરવું અને છેલ્લે ફોર્મની પ્રિન્ટ કાઢી લેવી.

