મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ખેડાના ભલાડા ગામમાં સ્મશાનભૂમિ ન હોવાથી 24 કલાક મૃતદેહ રઝળતો રહ્યો

VIDEO: ખેડા જિલ્લાના માતર તાલુકાના ભલાડા ગામમાં સ્મ

VIDEO: ખેડા જિલ્લાના માતર તાલુકાના ભલાડા ગામમાં સ્મશાનભૂમિ ન હોવાથી લોકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે. ભલાડા ગામમાં ગત 24 કલાક પહેલા મોત થયું હોવા છતાં મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લોકોને રઝળપાટ કરવો પડયો હતો. ભલાડા ગામમાં મૃતદેહના અંતિમ સંસ્કાર માટે અંતિમવિધિ અટકાવતા વિવાદ થયો હતો. નનામી લઈ સ્મશાનની જગ્યાએ પહોંચેલા લોકોને રોકાયા હતા. જો કે, સ્થાનિક જયંતીભાઈ નામના શખ્સે અંતિમવિધિ નહોતી કરવા દીધી હતી. આખરે મહિલા સરપંચે મધ્યસ્થી કરીને મામલો થાળે પડયો હતો. 

 માતર તાલુકાના ભલાડા ગામમાં સ્થાનિકોએ અનેક રજૂઆત કરી છતાં આજદિવસ સુધી સ્મશાનની જગ્યા માટે કોઈ સુવિધા નથી કરવામાં આવી. મહિલા સરપંચને રજૂઆત કરતા મહિલા સરપંચે જેસીબીથી જગ્યાએ સાફ-સફાઈ કરાવી અંતિમ સંસ્કાર કરાવડાવ્યા હતા. 

આ સમાચાર શેર કરો