મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નારોલમાં ક્રાઈમ બ્રાન્ચનું મેગા ઓપરેશન: ડુંગળીના થેલા નીચે છુપાવ્યો હતો 400 કિલોથી વધુ ગાંજો, 2 શખ્સોની ધરપકડ

VIDEO: અમદાવાદ શહેરમાં નશાના કારોબારીઓ સામે અમ

તસવીર: GSTV

VIDEO: અમદાવાદ શહેરમાં નશાના કારોબારીઓ સામે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે મોટી સફળતા મેળવી છે. નારોલ સર્કલ પાસેથી ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે એક વાહનને આંતરીને તપાસ કરતા, તેમાંથી ડુંગળીની આડમાં છુપાવેલો 406 કિલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે.

સમગ્ર ઘટનાક્રમ 
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના એસીપી ભરત પટેલે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રના રહેવાસી શાંતારામ પાવરા અને સાગર પાવરા આ જથ્થો લઈને અમદાવાદ આવ્યા હતા. આ માલ પહોંચાડવા બદલ તેમને 50 હજાર રૂપિયા આપવાનું નક્કી થયું હતું. પોલીસના જણાવ્યા મુજબ, અગાઉ પણ 8-10 મહિના પહેલા આ જ પ્રકારે જથ્થો ઉતારવામાં આવ્યો હતો.

આ વખતે આ ગાંજો ઓડિશાથી નહીં પરંતુ મહારાષ્ટ્રથી આવ્યો હોવાનું ખુલ્યું છે, જેની ગુણવત્તા પણ અલગ પ્રકારની છે. આરોપીઓ પકડાયા કે તરત જ તેમનો મોબાઈલ સ્વિચ ઑફ થઈ ગયો હતો, જેથી પોલીસ હવે આ નેટવર્ક સાથે જોડાયેલા અન્ય આરોપીઓ અને 'દીપક' નામના મુખ્ય સૂત્રધારની શોધખોળ કરી રહી છે.

આ સમાચાર શેર કરો