VIDEO: નવસારીમાં કન્ટેનર સર્વિસ રોડ પરથી પૂર્ણા નદીમાં ખાબક્યું, ફાયરની ટીમે 2 લોકોનું કર્યું રેસ્ક્યુ
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે, જેમાં
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની દુર્ઘટના સામે આવી છે, જેમાં નવસારી નેશનલ હાઈવે પર આવેલા ધારા ગીરી ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં કન્ટેનર ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે કન્ટેનર સર્વિસ રોડ પરથી પૂર્ણા નદીમાં ખાબક્યું હતું. અકસ્માત બાદ લોકોએ ફાયર અને પોલીસને જાણ કરી હતી.
દુર્ઘટનાની જાણ થતા જ નવસારી ફાયરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. મળતા અહેવાલ પ્રમાણે નવસારી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચીને ડ્રાઈવર અને ક્લિનરને બચાવી લેવાયા હતા.




