મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: Amreli માં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ કોંગ્રેસની કવાયત તેજ, તાલુકા મથકો પર નેતાઓની બેઠકો શરૂ

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પોત

અમરેલી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને કોંગ્રેસે પોતાની કવાયત તેજ કરી છે. જિલ્લાના તાલુકા મથકો પર કોંગ્રેસના નેતાઓ દ્વારા કાર્યકર્તાઓ સાથે બેઠકો અને સંવાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી સંગઠનને મજબૂત બનાવી શકાય.

આજે કોંગ્રેસના નેતાઓ દ્વારા લીલીયા, સાવરકુંડલા, રાજુલા અને જાફરાબાદ ખાતે કાર્યકર્તાઓ સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. 

લીલીયા ખાતેની બેઠકમાં કોંગી નેતાઓ લલિત વસોયા, માનસિંગ ડોડીયા, દિનેશ મકવાણાની સાથે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું અને ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરી હતી.

લીલીયા ખાતેની બેઠક બાદ કોંગી નેતાઓ સાવરકુંડલા ખાતે કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવા માટે આગળ વધશે. કોંગ્રેસની આ સક્રિયતા દર્શાવે છે કે પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં મજબૂતી સાથે લડવા માટે તૈયારી કરી રહી છે.

આ સમાચાર શેર કરો