VIDEO: સંકલન બેઠકમાં કલેકટરનો કડક એક્શન! ગેરહાજર અધિકારીઓને લઈ ગુણવંતસિંહ સોલંકીનો આકરો ઉધડો
સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે યોજાયેલી સંક


સુરેન્દ્રનગર કલેકટર કચેરી ખાતે યોજાયેલી સંકલન બેઠકમાં જિલ્લા કલેકટર ગુણવંતસિંહ સોલંકીએ ગેરહાજર અધિકારીઓનો આકરો ઉધડો લીધો છે. બેઠકમાં પ્રશ્નોના જવાબો આપવાથી બચવા માટે નર્મદા, શિક્ષણ અને આરોગ્ય જેવા મહત્વના વિભાગોના મુખ્ય અધિકારીઓ ગેરહાજર રહી પોતાના બદલે નાના કર્મચારીઓને મોકલી દેતા હતા. આ બાબતને ગંભીરતાથી લઈ કલેકટરે ચાર્જમાં આવેલા તમામ કર્મચારીઓને સભા હોલમાંથી બહાર કાઢી મૂક્યા હતા. કલેકટરે જણાવ્યું કે, મુખ્ય અધિકારીઓની ગેરહાજરીના કારણે લોકપ્રશ્નોનો નિવેડો આવતો નથી અને કામો પેન્ડિંગ રહે છે. આ મામલે કલેકટરે ગેરહાજર અધિકારીઓ સામે કડક પગલાં ભરી તાત્કાલિક નોટિસ ફટકારવાના આદેશ આપ્યા છે.


