VIDEO: સુરેન્દ્રનગરમાં મોબાઈલ ટાવરનો વિરોધ, સ્થાનિકો રસ્તા પર ઉતર્યા
સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી સામે સ્થાનિક લો

સુરેન્દ્રનગરના 80 ફૂટ રોડ પર મોબાઈલ ટાવર ઉભો કરવાની કામગીરી સામે સ્થાનિક લોકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. નવા 80 ફૂટ રોડ પર આવેલા એસ.ટી.નગર વિસ્તારના રહેવાસીઓએ રેડિએશનથી આરોગ્યને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરી કામગીરી અટકાવી દીધી હતી. મહિલાઓ, બાળકો સહિત મોટી સંખ્યામાં સ્થાનિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને ટાવર સ્થાપનાનો વિરોધ કર્યો હતો. આ દરમિયાન કંપનીના કર્મચારીઓ અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું હતું. રહેણાંક વિસ્તારમાં મોબાઈલ ટાવર ન ઉભું કરવાની માંગ સાથે લોકોએ રજૂઆત કરી હતી. ભારે વિરોધને પગલે હાલ પૂરતી ટાવર સ્થાપનની કામગીરી બંધ કરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.




