VIDEO:સરકારને ખેડૂતોનો સ્પષ્ટ સંદેશ: પહેલા લેખિત ખાતરી, પછી ચર્ચા
સરકારના આમંત્રણ અંગે મોરબીના ખેડૂતોએ આકરી પ્રતિક્રિયા આપી છે. ખેડૂ

સરકારના આમંત્રણ અંગે મોરબીના ખેડૂતોએ આકરી પ્રતિક્રિયા આપી છે. ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર તેમની મુખ્ય છ માંગણીઓ બાબતે પહેલા લેખિતમાં જવાબ આપે. કઈ માંગણીઓ કેટલા અંશે સ્વીકારાશે, તેની લેખિત તૈયારી બાદ જ ખેડૂતો ચર્ચા માટે ગાંધીનગર જશે.અગાઉ એસડીએમ (SDM) સમક્ષ પણ આ જ શરત મુકાઈ હતી. ખેડૂતોએ જણાવ્યું કે અગાઉના આંદોલનોમાં માત્ર પોકળ આશ્વાસનો જ મળ્યા છે, તેથી હવે ખેડૂતોને આશ્વાસન પર વિશ્વાસ નથી અને તેઓ લેખિત પત્રની માંગ પર મક્કમ છે.




