મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વિસાવદરમાં બોગસ મંડળી બનાવી ખેડૂતો સાથે છેતરપિંડી

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખાંભા ગામે કથિત બોગસ સહકારી મંડળીના મામલે ખેડૂતોમાં ભારે રોષ જો

જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ખાંભા ગામે કથિત બોગસ સહકારી મંડળીના મામલે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની જાણ અને સંમતિ વગર બોગસ સહીઓ કરીને સભાસદ બનાવવામાં આવ્યા અને મંડળીના નામે વિવિધ સરકારી લાભો મેળવવામાં આવ્યા. આરટીઆઈથી વિગતો સામે આવ્યા બાદ મોટી સંખ્યામાં ખેડૂતો વિરોધ માટે એકત્ર થયા હતા. સમગ્ર મામલે કેટલાક સ્થાનિક આગેવાનોના સંબંધીઓની સંડોવણી હોવાના આક્ષેપ પણ થઈ રહ્યા છે. જોકે, આ આરોપોની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. ખેડૂતો દ્વારા પોલીસ ફરિયાદ અને ઉચ્ચસ્તરીય, નિષ્પક્ષ તપાસની માંગ સાથે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે.

આ સમાચાર શેર કરો