મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: નર્મદા કેનાલ હોવા છતાં કુંદનપુરનું તળાવ સુકું, ખેડૂતોમાં ભારે રોષ

છોટાઉદેપુર જિલ્લાના કુંદનપુર ગામના ખેડૂતો હાલ બેવડી મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ વરસાદ

છોટાઉદેપુર જિલ્લાના કુંદનપુર ગામના ખેડૂતો હાલ બેવડી મુશ્કેલીમાં મુકાયા છે. એક તરફ વરસાદ ખેંચાતા વાવેલો પાક સુકાઈ રહ્યો છે, તો બીજી તરફ જિલ્લાનું સૌથી મોટું સિંચાઈ તળાવ તળિયાઝાટક થઈ ગયું છે. ચોમાસાની આશામાં કરેલી વાવણી નિષ્ફળ જવાની ભીતિએ ખેડૂતોની ચિંતા વધારી છે, અને ફરી વાવેતર કરવાનો આર્થિક બોજો પણ તેમના પર આવી પડ્યો છે.આશ્ચર્યની વાત એ છે કે, કુંદનપુરથી માત્ર અઢી કિલોમીટરના અંતરે નર્મદાની મુખ્ય કેનાલ પસાર થાય છે. સૌરાષ્ટ્ર સુધી પાણી પહોંચાડતી આ કેનાલ હોવા છતાં સ્થાનિક ખેડૂતો સિંચાઈના પાણી માટે વલખાં મારી રહ્યા છે. ખેડૂતોની માંગ છે કે જો આ કેનાલમાંથી કુંદનપુરના તળાવમાં પાણી છોડવામાં આવે, તો તેમનો પાક બચી શકે અને તેઓ આર્થિક રીતે સદ્ધર થઈ શકે. બોર-કુવા પણ સુકાઈ ગયા હોવાથી, હવે તંત્ર આ બાબતે વહેલી તકે નિર્ણય લે તે ખૂબ જરૂરી છે. ખેડૂતોની મીટ હવે માત્ર સરકારી તંત્ર અને નર્મદાના પાણી પર મંડાયેલી છે.

આ સમાચાર શેર કરો