VIDEO: 26 માર્ચ 1974ના દિવસે શરૂ થયું હતું ‘ચીપકો આંદોલન’ આંદોલન, આજે પણ સચવાયેલા છે વૃક્ષો
આજે 26 માર્ચ એટલે છોટાઉદેપુરના નાલેજ-પીપલેજ જંગલોમાં થયેલા ઐતિહાસિક 'ચીપક


આજે 26 માર્ચ એટલે છોટાઉદેપુરના નાલેજ-પીપલેજ જંગલોમાં થયેલા ઐતિહાસિક 'ચીપકો આંદોલનનો' દિવસ. વર્ષ 1974માં સનત મહેતા અને હરિવલ્લભ પરીખની આગેવાનીમાં આદિવાસી મહિલાઓએ મહુડાના વૃક્ષોને બચાવવા સત્યાગ્રહ કર્યો હતો. આંદોલનના ફળસ્વરૂપે બચેલા લાખો મહુડા આજે આદિવાસીઓ માટે 'કલ્પવૃક્ષ' સમાન બન્યા છે. ઔષધિય ગુણો ધરાવતા મહુડાના ફૂલ અને ડોલીમાંથી તેલ મેળવી સ્થાનિક લોકો આજે પણ લાખોની આવક મેળવી રહ્યા છે.
મહુડોએ આદિવાસીઓનું કલ્પવૃક્ષ
મહુડોએ આદિવાસીઓનું કલ્પવૃક્ષ છે, તો પિતા તુલ્ય ગણવમાં આવે છે, તો મહુડો હવામાં ઓક્સિજન આપે છે, તો શીતળ છાંયડો આપે છે એ ઉપરાંત,ઔષધિય ગુણો ધરાવતા મહુડા ના ફૂલ માંથી લાડુ બનાવવામાં આવે છે, તો મહુડા ના ફળ ડોળી માંથી ખાદ્ય તેલ કાઢવમાં આવે છે, જે મહુડાના માંથી દારૂ બનાવવામાં આવે એમ માની વર્ષ ૧૯૭૦માં મહુડા ના વૃક્ષો ને કાપી નાખવા નો કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો હતો, તે વખતના ઉત્તરપ્રદેશ અને આજના ઉત્તરાખંડના જંગલોની સુરક્ષા માટે સ્થાનિક લોકો દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. જે ચિપકો આંદોલનના જનક સુંદરલાલ બહુગુણા હતા.
આ આંદોલનનું મૂળ કેન્દ્ર ચમોલી જિલ્લાનું રેની ગામ હતું.પરંતુ તે આંદોલન ની અસર છોટાઉદેપુર જીલ્લા માં પણ અસર થઈ હતી અને પૂર્વ નાણાંમંત્રી સ્વર્ગીય સનત મહેતા, સ્વ હરિવલ્લભ પરીખ, ની આગેવાની માં નાલેજ પીપલેજ ના જંગલો માં આદિવાસી મહિલાઓ મહુડા ના વૃક્ષો ને ચીપકી ને "ચિપકો" આંદોલન કર્યું હતું, જે આંદોલન ના ફલ સ્વરૂપે આજે પણ છોટાઉદેપુર જીલ્લામાં ખુબ સારા પ્રમાણમાં. મહુડા ના વૃક્ષો સાચવયેલા જોવા મળી રહ્યાં છે, જે મહુડા ના ફૂલ અને ડોળી માંથી સ્થાનિક લોકો આજે પણ સારી એવી આવક મેળવી રહ્યાં છે




