મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:પાટણ બસ સ્ટેશન પરમિશન વિવાદમાં ચીફ ઓફિસરે ધારાસભ્ય કિરીટ પટેલ સામે કર્યો બદનક્ષીનો દાવો

પાટણમાં નવું બસ સ્ટેશન બનાવવા માટે મળેલી 'BU પરમિ

પાટણમાં નવું બસ સ્ટેશન બનાવવા માટે મળેલી 'BU પરમિશન'ને લઈને શરૂ થયેલો વિવાદ હવે કોર્ટના દ્વારે પહોંચ્યો છે. પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલ ઠાકરેએ સ્થાનિક ધારાસભ્ય કિરીટ પટેલ સામે બદનક્ષીનો દાવો દાખલ કર્યો છે.તાજેતરમાં ધારાસભ્ય કિરીટ પટેલે આક્ષેપ કર્યો હતો કે બસ સ્ટેશનની પરમિશન આપવા માટે ચીફ ઓફિસર દ્વારા મોટા પાયે આર્થિક વ્યવહારો કરવામાં આવ્યા છે અને ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ ગંભીર આક્ષેપોથી પોતાની પ્રતિષ્ઠાને નુકસાન થયાનું જણાવી ચીફ ઓફિસર હિરલ ઠાકરેએ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે હવે રાજકીય અને વહીવટી વર્તુળોમાં ભારે ચર્ચા જાગી છે.

આ સમાચાર શેર કરો