મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ભરત સોદરવાના શંકાસ્પદ મોત મામલે ચક્કાજામ, ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતર્યા અનુસૂચિત જાતિ સમાજના લોકો

જૂનાગઢ જિલ્લાના માળીયાહ

જૂનાગઢ જિલ્લાના માળીયાહાટીના તાલુકાના જુથળ ગામમાં સામાજિક આગેવાન ભરત સોદરવાના શંકાસ્પદ મોતના મામલે ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનુસૂચિત જાતિ સમાજના લોકો ન્યાયની માંગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા અને ચક્કાજામ કરીને વિરોધ નોંધાવ્યો હતો.

પ્રદર્શનકારીઓએ ઘટનાની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ તેમજ જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. મૃતકના પરિવારને ન્યાય, આર્થિક સહાય અને સુરક્ષા આપવાની પણ રજૂઆત કરવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. હાલ વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને સમગ્ર મામલે તપાસની માંગ વધુ તેજ બની છે.

આ સમાચાર શેર કરો