VIDEO: મનપાની ઘોર બેદરકારી, ભૂગર્ભ ગટરના ખોદેલા ખાડામાં ખાબકી કાર
જામનગરના હાપા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામ દરમિયાન મનપાની બેદરકારીના કારણે એક ગંભીર
જામનગરના હાપા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ચાલી રહેલા કામ દરમિયાન મનપાની બેદરકારીના કારણે એક ગંભીર અકસ્માત સર્જાયો. ગટરના ખોદકામ માટેના ખાડામાં એક કાર ખાબકી હતી, અહીં આ વિસ્તારમાં કોઈ સાઈન બોર્ડ કે ચેતવણીના સંકેતો મૂકવામાં આવ્યા ન હતા. સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ મનપાની બેદરકારીએ ફરી એકવાર સ્થાનિક લોકોમાં રોષ ફેલાવ્યો છે.
આ પહેલાં પણ જામનગરમાં આવી જ બેદરકારીના કારણે એક મહિલા કેનાલમાં ખાબકી હતી, જેના પગલે વહીવટી તંત્રની ટીકા થઈ હતી.




