મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: ઊંઝા હાઇવે પર કાર ચાલક યુવતીને ટક્કર મારી ફરાર, યુવતી ફંગોળાઈને ઓવરબ્રિજની નીચે પટકાઈ

ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મહેસાણમાં ઊંઝા હાઇવે પર આવેલા

ગુજરાતમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. મળતા અહેવાલ પ્રમાણે મહેસાણમાં ઊંઝા હાઇવે પર આવેલા ઓવરબ્રિજ ઉપર વહેલી સવારે એક ગમખ્વાર હીટ એન્ડ રનનો બનાવ બન્યો છે. ઊંઝા ચોકડી પાસેના આ ઓવરબ્રિજ પરથી પસાર થઈ રહેલી એક્ટિવા સવાર યુવતીને એક ઈકોસ્પોર્ટ કારના ચાલકે જોરદાર ટક્કર મારી હતી.

 એક્ટિવા ચાલક યુવતી  ૪૦ ફૂટ જેટલા ઊંચા ઓવરબ્રિજ પર ફંગોળાઈ

કારની ટક્કર એટલી પ્રચંડ હતી કે એક્ટિવા ચાલક યુવતી લગભગ ૪૦ ફૂટ જેટલા ઊંચા ઓવરબ્રિજ પરથી નીચેના રોડ પર ફંગોળાઈને પટકાઈ હતી. ગંભીર રીતે ઘાયલ થયેલી યુવતીને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. અકસ્માત સર્જી કાર ચાલક ફરાર થઈ ગયો છે. ઘટનાને પગલ પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે અકસ્માતે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો