VIDEO: ગોધરામાં કારની વીજ ટ્રાન્સફોર્મર સાથે ટક્કર, સદનસીબે જાનહાની ટળી
રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના સ


રાજ્યમાં વધુ એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. પંચમહાલ જિલ્લાના ગોધરાના સાંપા રોડ પર ઈકો કારના ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા આ દુર્ઘના સર્જાઈ હતી. કાર વીજ ટ્રાન્સફોર્મર સાથે ટક્કર થઈ હતી. કાર વીજ ટ્રાન્સફોર્મર સાથે ટક્કર થતા શોર્ટ સર્કિટ સર્જાયો હતો.
એમજીવીસીએલની ટીમે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કર્યો
કારની ટક્કરથી વીજપોલમાં શોર્ટ સર્કિટ સર્જાયો હતો. મળતા અહેવાલ પ્રમાણે શોર્ટ સર્કિટના કારણે ગોધરા એમજીવીસીએલ અને ગોધરા ફાયર વિભાગની ટીમો દુર્ઘટના સ્થળ પર પહોંચી હતી. મળતા અહેવાલ પ્રમાણે એમજીવીસીએલની ટીમે તાત્કાલિક વીજ પુરવઠો બંધ કરી યોગ્ય કામગીરી હાથ ધરી હતી. સદનસીબે જાનહાની ટળી હતી.




