મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: જયમંગલથી ગોતા જઈ રહેલી BRTS બસની બ્રિજના કોલમ સાથે ટક્કર, સદનસીબે જાનહાની ટળી

અમદાવાદમાં વધુ એક અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. જેમાં અમદાવાદમાં B

તસવીર: GSTV

 અમદાવાદમાં વધુ એક અકસ્માતની દુર્ઘટના સામે આવી છે. જેમાં  અમદાવાદમાં BRTS બસને અકસ્માત નડ્યો છે.મળતા અહેવાલ પ્રમાણે BRTS બસ નંબર L 048 જયમંગલ થી ગોતા વસંતનગર જઈ રહી હતી તે દરમિયાન સોલા સિવિલ નજીક બસને અકસ્માત નડ્યો હતો.

ડ્રાઈવરનો પગ સ્ટેરીંગ અને સીટ વચ્ચે ફસાઈ જતા આ અકસ્માત સર્જાયો 

મળતા અહેવાલ પ્રમાણે ડ્રાઈવરનો પગ સ્ટેરીંગ અને સીટ વચ્ચે ફસાઈ જતા આ અકસ્માત સર્જાયો હતો. ઉલ્લેખનીય છે કે ડ્રાઈવરને આ દુર્ઘટનામાં સામાન્ય ઈજા પહોંચી હતી. દુર્ઘટનાની જાણ થતાં જ ફાયરની ટીમ સ્થળ પર પહોંચી હતી અને ડ્રાઈવરને બહાર કાઢવામાં આવ્યો હતો.

આ સમાચાર શેર કરો