અમરેલીના વડીયાથી બરવાળા બાવળ જતા માર્ગ પરથી વાહનમાંથી સસ્તા અનાજનો મોટો જથ્થો ઝડપાયો છે.
પ્રકાશિત : •1 મિનિટ વાંચન સમય
અમરેલીના વડીયાથી બરવાળા બાવળ જતા માર્ગ પરથી વાહનમાંથી સસ્તા અનાજનો મોટો જથ્થો ઝડપાયો છે. મામલતદારના પૂરવઠા વિભાગે કાર્યવાહી કરતા 181 કિલો ઘઉં, 557 કિલો ચોખા અને ચણા તુવેર દાળના પેકેટ જપ્ત કર્યા છે.બિનઅધિકૃત રીતે વહન કરવામાં આવતા આ અનાજની કુલ કિંમત લગભગ 1 લાખ રૂપિયા છે. પૂરવઠા વિભાગે જથ્થો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ ચાલુ છે.