VIDEO breaking : અમરેલીમાં સિંહણના હુમલાથી માસૂમનું મોત, વનમંત્રી રૂબરૂ આવે તેવી માંગ સાથે પરિવારે લાશ સ્વીકારવાની ના પાડી
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં ૭ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજતા સ્થાનિક ખેડૂતો

અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના ઘંટીયાળ ગામે સિંહણના હુમલામાં ૭ વર્ષના માસૂમ બાળકનું મોત નિપજતા સ્થાનિક ખેડૂતો અને પરપ્રાંતીય મજૂરોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. પારસ સોજીત્રાની વાડીએ સિંહણે હુમલો કરી બાળકને દૂર સુધી ઢસડી મારી નાખતા વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠ્યા છે. આ પંથકમાં વન્યપ્રાણી હુમલાની આ ૨૨મી ઘટના હોવાનો આક્ષેપ કરી પરિવારે મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે. પરિવારે માંગ કરી છે કે જ્યાં સુધી વનમંત્રી રૂબરૂ આવીને આવી ઘટના ફરી નહીં બને તેવી લેખિત ખાતરી ન આપે ત્યાં સુધી તેઓ શબનો સ્વીકાર નહીં કરે, જેના કારણે હાલ તંત્રમાં દોડધામ મચી ગઈ છે.




