મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Amreli / ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરીયાએ રૂ. 20 કરોડના વિકાસકાર્યોનું કર્યું ખાતમુહૂર્ત

અમરેલી શહેરના સર્વાંગી વિકાસ માટે ગુજરાતના ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વ

અમરેલી શહેરના સર્વાંગી વિકાસ માટે ગુજરાતના ઉર્જા અને કાયદા મંત્રી કૌશિક વેકરીયાએ એક મહત્વપૂર્ણ પહેલ કરી છે. મંત્રીના વરદહસ્તે અમરેલી નગરપાલિકા દ્વારા આયોજિત 20 કરોડ રૂપિયાના વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટમાં શહેરના મુખ્ય રોડ-રસ્તાઓ અને અન્ય પાયાની સુવિધાઓના કામોનો સમાવેશ થાય છે. પાલિકાની ચૂંટણી વખતે જનતાને આપેલા ચૂંટણી ઢંઢેરા મુજબના વચનો પૂર્ણ કરવાની દિશામાં આ એક મોટું પગલું છે. આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, અમરેલીને 'આઇકોનિક' અને આધુનિક શહેર બનાવવાનું તેમનું સ્વપ્ન છે, જેના માટે તેઓ સતત પ્રયત્નશીલ છે.  

આ સમાચાર શેર કરો