VIDEO: ડભોઇ એપીએમસીમાં આશરે ૩૫ વર્ષના લાંબા ગાળા બાદ ભાજપે સત્તાનું સુકાન
વડોદરાના ડભોઇ એપીએમસીમાં આશરે ૩૫ વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસના શાસન

વડોદરાના ડભોઇ એપીએમસીમાં આશરે ૩૫ વર્ષના લાંબા ગાળા બાદ કોંગ્રેસના શાસનનો અંત આવ્યો છે અને ભાજપે સત્તાનું સુકાન સંભાળ્ય છે.. બજાર સમિતિની ચૂંટણીમાં પ્રમુખ તરીકે મુકુંદપટેલ અને ઉપપ્રમુખ તરીકે ઉમેશ પટેલની બિનહરીફ વરણી કરવામાં આવી છે. ૧૬ સભ્યોની આ સમિતિમાં ભાજપે ૧૨ બેઠકો મેળવી બહુમતી સાબિત કરી છે, જ્યારે કોંગ્રેસ પાસે માત્ર ૪ બેઠકો રહી છે. આ સત્તાપરિવર્તનની સાથે જ છેલ્લા ૨૫ વર્ષથી કાર્યરત દિલીપ નાગજી પટેલનું પત્તું કપાયું છે. બિનહરીફ ચૂંટાયેલા પ્રમુખ અને ઉપપ્રમુખનું સમર્થકો દ્વારા ફૂલહાર પહેરાવી ભવ્ય અભિવાદન કરવામાં આવ્યું હતું.



