મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO : ભાજપે સામાન્ય કાર્યકરને આપી મોટી તક, કવાંટના મુકેશ રાઠવાને રાજ્યસભાની ટિકિટ મળી

ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા

 ભારતીય જનતા પાર્ટીએ રાજ્યસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા છે, જેમાં કવાંટના રહેવાસી અને જિલ્લા ભાજપ મહામંત્રી મુકેશ રાઠવાનો સમાવેશ કરાયો છે.સામાન્ય કાર્યકરથી સફર શરૂ કરનાર મુકેશ રાઠવા અગાઉ ભાજપ યુવા મોરચાના પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. તેમની પક્ષ પ્રત્યેની વફાદારી અને કાર્યનિષ્ઠાને ધ્યાને રાખીને ભાજપ હાઈકમાન્ડે આ મોટો નિર્ણય લીધો છે. નામ જાહેર થતાં જ આદિવાસી બાહુલ્ય ધરાવતા આ જિલ્લાના રાજકીય વર્તુળો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહનો માહોલ છે. હવે તેઓ સંસદમાં આદિવાસી સમાજના પ્રશ્નોને કેવી રીતે વાચા આપશે તેના પર સૌની નજર રહેશે.

આ સમાચાર શેર કરો