VIDEO: મહીસાગર અને દાહોદમાં ટ્રેક્ટર છેતરપિંડીનું મોટું કૌભાંડ: ૧૦૦થી વધુ ખેડૂતો પાસેથી કરોડોના ટ્રેક્ટર પડાવી લેવાયા
મહીસાગર જિલ્લામાં ટ્રેક્ટર માલિકો સાથે કરોડોની

મહીસાગર જિલ્લામાં ટ્રેક્ટર માલિકો સાથે કરોડોની છેતરપિંડી થઈ હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. માસિક 20થી 25 હજાર રૂપિયાના ભાડાની લાલચ આપીને ખેડૂતો પાસેથી ટ્રેક્ટર અને ટ્રોલી ભાડે લેવામાં આવ્યા બાદ બે શખ્સો રફુચક્કર થઈ ગયા હોવાનો આરોપ છે. સંતરામપુર, કડાણા સહિત મહીસાગરના આશરે 20 અને દાહોદ જિલ્લાના 70થી વધુ અરજદારો છેતરાયા હોવાનું જણાવાઈ રહ્યું છે. ખેડૂતોનો આક્ષેપ છે કે લેખિત ફરિયાદો છતાં પોલીસ દ્વારા અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. ટ્રેક્ટર તો ગયા જ, સાથે ખેડૂતોને લોનના હપ્તા પણ ભરવા પડી રહ્યા છે. FIR અને તપાસમાં વિલંબને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.



