મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: મહીસાગરમાં મકાઈની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયામાં લાલિયાવાડી

મહીસાગર જિલ્લામાં મકાઈની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયામાં લાલિયાવાડી ચાલી

મહીસાગર જિલ્લામાં મકાઈની ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયામાં લાલિયાવાડી ચાલી રહી છે. ખેડૂતોને મેસેજ આવ્યાં બાદ તમામ એપીએમસી પહોંચ્યાં પણ ખેડૂતોને આવેલા મુજબ ખરીદી ન થતા ખેડૂતો નારાજ થયા. માત્ર 75 મકાઈ ખરીદીના નિયમથી ખેડૂતો રોષે ભરાયા હતા.

સવારના પાંચ વાગ્યે જ ખેડૂતો મેસેજ મુજબ એપીએમસી પહોંચી ગયા હતા પરંતુ એકાએક બીજો પરિપત્ર કરી દેવાતા ખેડૂતોને ત્રીજા ભાગની મકાઈ પરત લઈ જવી પડી. એક તો આગળના દિવસે મેસેજ મળ્યો પણ એકાએક નિયમ બદલતા સરકારની બેવડી નીતિ સામે ખેડૂતોએ રોષ ઠાલવ્યો.

આ સમાચાર શેર કરો