મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO:મહીસાગર નદીમાં સ્નાન પ્રતિબંધથી ભારે રોષ

મહીસાગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ દેગમડા મંદિર પાસે વહીવટી તંત્રએ મહીસાગર નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ મુક

મહીસાગર જિલ્લાના પવિત્ર યાત્રાધામ દેગમડા મંદિર પાસે વહીવટી તંત્રએ મહીસાગર નદીમાં સ્નાન કરવા પર પ્રતિબંધ મુકાતા શ્રદ્ધાળુઓ અને મંદિરના મહંતમાં ભારે નારાજગી જોવા મળી છે.. પવિત્ર અધિક પુરુષોત્તમ માસમાં નદી સ્નાન, ધાર્મિક વિધિ અને અનુષ્ઠાનનું વિશેષ મહત્વ હોવાથી અહીં જિલ્લા તેમજ બહાર ગામથી મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે, પરંતુ સ્નાન તરફ જતો રસ્તો એકાએક બંધ કરી દેવાતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. લોકોએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યુંક , તંત્ર પ્રજાને નલ સે જલભલે ન આપી શક્યું, પણ ધાર્મિક સ્નાન તો કરવા દેવું જોઈએ. દેગમડા મંદિરના મહંત અરવિંદગીરી મહારાજે વહીવટી તંત્રને હરિદ્વાર કે ગળતેશ્વર જેવા તીર્થ સ્થાનોની જેમ અહીં પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવીને શ્રદ્ધાળુઓને  સ્નાન કરવાની છૂટ આપવામાં આવે તેવી અપીલ કરી

લુણાવાડા નગર પાલિકા લોકો માટે સ્વિમિંગ પૂલ ની વ્યવસ્થા ન કરી શક્યા ત્યારે મહીસાગર નદીમાં સ્નાન તો કરવા દો ની પ્રબળ માગણી..

આ સમાચાર શેર કરો