મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે મોટો રાજકીય ઉલટફેર, આપના જોઈન્ટ સેક્રેટરી સહિત કાર્યકરો જોડાયા ભાજપમાં

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્ય

ગુજરાતના સુરેન્દ્રનગરમાંથી ખાસ અહેવાલ સામે આવ્યા છે. સુરેન્દ્રનગરમાં મોડી રાત્રે ભાજપે મોટો રાજકીય ઉલટફેર કરતા આમ આદમી પાર્ટીના પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી સતીશ ગમારા સહિત અનેક કાર્યકરોને પક્ષમાં સામેલ કર્યા છે. વિધાનસભાના નાયબ મુખ્ય દંડકની હાજરીમાં માલધારી સમાજના યુવકો, લોકલ કલાકારો અને આગેવાનોએ કેસરીયો ધારણ કર્યો હતો.

ટીમોના દબદબાથી નારાજ થઈને આ રાજીનામાં પડ્યા

પાર્ટીમાં સતત થતી અવગણના અને બહારના રાજ્યોની ટીમોના દબદબાથી નારાજ થઈને આ રાજીનામાં પડ્યા છે. ‘આપ’ના પ્રદેશ નેતાઓ ડેમેજ કંટ્રોલમાં નિષ્ફળ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે આજે પણ મહાનગરપાલિકા અને તાલુકા પંચાયતના અનેક ઉમેદવારો પોતાના ફોર્મ પરત ખેંચી શકે છે. આ ઘટનાક્રમથી સુરેન્દ્રનગરમાં ‘આપ’નું અસ્તિત્વ જોખમમાં મુકાયું છે.

આ સમાચાર શેર કરો