VIDEO: કચ્છમાં ભારે વરસાદને પગલે ભૂજનો ભાખરીયા ડેમ ઓવરફ્લો
ગુજરાતના કચ્છમાં ભારે વરસાદ વરસ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે આજે વહેલી સવારથી મેઘરાજાએ
ગુજરાતના કચ્છમાં ભારે વરસાદ વરસ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે આજે વહેલી સવારથી મેઘરાજાએ સમગ્ર કચ્છ પર હેત વરસાવ્યું છે. કચ્છના ભૂજ, નખત્રાણા, ભચાઉ, માંડવી,ગાંધીધામમાં વરસાદ વરસ્યો છે. જેથી નદીઓમાં નવા નીરની આવક થઈ છે. તો નદી નાળા પણ છલકાયા છે.
ભૂજનો ભાખરીયા ડેમ ઓવરફ્લો થયો
ભારે વરસાદને કારણે ભૂજનો ભાખરીયા ડેમ ઓવરફ્લો થયો છે.લોકો ડેમના નવા નીર જોવા ઉમટી પડ્યા છે. કચ્છ જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. મળતા અહેવાલ પ્રમાણે અબડાસાનો બેરાચીયા ડેમ, માંડવીનો મધ્યમ સિંચાઈનો વિજય સાગર ડેમ પણ ઓવરફ્લો થયો છે.



